/connect-gujarat/media/post_banners/e2ca1a8f91f9d0748f4645dd1d24d8d5286fdaf852eb76b342f98df074836fc7.jpg)
અસહ્ય ગરમીને જોલવાનો પરિવાર માંડણ ખાતે કુદરતી સૌંદર્ય નિહાળવા ગયો હતો અને નદીમાં નહાવા પડ્યા હતા. પાણીની ઊંડાઈથી અજાણ તેઓ આગળ જતાં એક પછી એક ડૂબવા લાગ્યા હતા.અને પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળી આવ્યા..
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે અવાર નવાર આસપાસના વિસ્તારના પ્રવાસીઓ આવતા જ હોય છે.ત્યારે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના જનકસિહ પરમાર, જીગનીશાબેન પરમાર, પૂર્વરાજ પરમાર, વિરપાલસિહ ચૌહાણ તથા સંગીતાબેન ચૌહાણ માંડણ ગામે ફરવા આવ્યા હતા.ગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.
રાજપીપલા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે મહા મુસીબતે જીગનીશાબેન પરમારનો મૃતદેહ હાથે લાગ્યો હતો.અંધારું થઈ જતાં એમણે પણ શોધખોળ બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ રાજપીપલા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. બાદમાં સવારે વડોદરાથી SDRF ની ટિમ આવી અન્ય 4 મૃતદેહ શોધ્યા હતાં.