નર્મદા : ટેન્ટ સિટી ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ફોરેન્સીક વિભાગની કોન્ફરન્સ યોજાઇ, ફોરેન્સિક વિભાગને સુદ્રઢ બનાવવા તંત્ર 'સજ્જ'

ટેન્ટ સિટી ખાતે ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સ યોજાઇ દેશભરના સરકાર નિયુક્ત અધિકારી હાજર રહ્યા

નર્મદા : ટેન્ટ સિટી ખાતે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં ફોરેન્સીક વિભાગની કોન્ફરન્સ યોજાઇ, ફોરેન્સિક વિભાગને સુદ્રઢ બનાવવા તંત્ર 'સજ્જ'
New Update

નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સ યોજાઇ હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફોરેન્સિક યુનિવર્સિટી કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. દેશમાં ફોરેન્સિક લેબ કેવી રીતે અદ્યતન બનાવાય તે મુદ્દો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ફોરેન્સિક વિભાગમાં ભારતભરમાંથી સાંસદ, સરકાર નિયુક્ત અધિકારી હાજર રહ્યા હતા.

ભારતભરમાં ડિઝાસ્ટર અને ફોરેન્સિક સાયન્સમાં કઈ કઈ કાર્યવાહી થઈ રહી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ફોરેન્સિક સાયન્સ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે નવી ટેકનોલોજીથી ગુન્હા સારી રીતે ઉકેલી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.આ ટેકનોલોજી પોલીસ ઓફિસર,આર્મી અને કાયદા વિભાગમાં પણ તેનો ઉપયોગ થાય તેની ચર્ચા અને ભારતભરમાંથી આવેલા ડેલિગેટ્સ તેમના સૂચનો પણ કરશે. જેનાથી ફોરેન્સિક સાયન્સ વિભાગ વધુ સુદ્રઢ બનશે.

#Home Minister #Amit Shah #Narmada #Harsh Sanghvi #ConnectFGujarat #Anurag Thakur #Narmada Tent City #Forensic department #Forensic department conference #ફોરેન્સિક વિભાગ #ટેન્ટ સિટી
Here are a few more articles:
Read the Next Article