નર્મદા: કેવડિયાને સી-પ્લેન સેવા થકી રાજ્યના અન્ય શહેરોને જોડાવા સરકારની કવાયત

રાજપીપળા ખાતે આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા શરૂ

નર્મદા: કેવડિયાને સી-પ્લેન સેવા થકી રાજ્યના અન્ય શહેરોને જોડાવા સરકારની કવાયત
New Update

રાજપીપળા ખાતે આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. અને આ સેવાને રાજ્યોના અન્ય શહેરો સાથે જોડાવા સરકાર આયોજન કરી રહ્યું હોવાનું જણાવ્યુ હતું.

અમદાવાદથી કેવડિયા સી પ્લેનની સેવા છેલ્લા 230 દિવસથી ઠપ્પ થઇ જતા ફરી ક્યારે શરૂ થશે તે વાતને લઈને પ્રવાસીઓની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ રાજપીપળા ખાતે આવેલ ભાજપના રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ આગામી ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી-પ્લેન સેવા ફરી શરૂ થશે તેવી ખાતરી આપી હતી. જોકે, આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી-પ્લેન આવે તેવું આયોજન પણ સરકાર કરી રહી હોવાનું જણાવ્યુ હતું. હાલ પ્રવાસીઓની ભીડ જોતા વહેલી તકે ફરી સી-પ્લેન કેવડિયાના તળાવમાં ઉતરતું થઇ જશે તેવી પણ વાત કરી મંત્રીએ પ્રવાસીઓને આશ્વાશન આપ્યું હતું. હાલમાં પ્રવાસીઓની રોજની 100થી વધુ ઇન્ક્વાયરી આવી રહી છે ત્યારે નવી કનેક્ટિવિટી વધશે જેને લઈને સરકાર અને વિભાગ વચ્ચે સૈદ્ધાંતિક ચર્ચા થઇ છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી એક, મધ્ય ગુજરાતમાંથી અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ, sou કેવડિયા અને સુરતના પાણીનો કોઝવે આ ચાર જગ્યાએથી કન્ક્ટીવીટી બનાવી સી-પ્લેન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જે માટેના સર્વેનો હુકમ પણ કરાયો છે. સુરતથી, ભુજ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની એર કનેક્ટિવિટી થશે.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #Narmada #Purnesh Modi #Sea Plane #starting #Kevadiya #Sea Plane news
Here are a few more articles:
Read the Next Article