Connect Gujarat
ગુજરાત

નર્મદા : હું ધાર્મિક બાબતે રાજનીતિ નથી કરતો : સાંસદ મનસુખ વસાવા

દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત જળાભિષેક કરાયા નાતીજાતિના ભેદ ઉભા કરી કોંગ્રેસે દેશને ખતમ કર્યો : સાંસદ

X

નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત સાંસદ મનસુખ વસાવા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. આ તકે સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરી કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ કરવામાં આવ્યંર હતું, ત્યારે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણના વધામણા લેવા આયોજન કરાયું હતું. જેમાં દરેક શિવાલયો ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શિવના પુજન અર્ચન કર્યા હતા. દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાના શૂળપાણેશ્વર મહાદેવ મંદિરે સાંસદ મનસુખ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી સહિત બીજેપી નેતાઓએ જળાભિષેક કર્યો હતો.

સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે, નાતી જાતિના ભેદ ઉભા કરી કોંગ્રેસે દેશને સંસ્કૃતિક રીતે ખતમ કર્યો છે. કોંગ્રેસના રાહુલ ગાંધીને સૌ કોઈ ઓળખે છે, ત્યારે કોંગ્રેસનું પતન થશે અને તેનું અસ્તિત્વ પણ નહીં રહે તેવો આક્ષેપ કર્યો હતો. સાથે જ ધાર્મિક બાબતે રાજનીતિ નહીં કરતાં હોવાનું પણ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ શુદ્ધ નદીઓને સ્વચ્છતા સાથે જોડી મંદિરે પવિત્રતા જણાવવા ચલાવેલા અભિયાનના પણ વખાણ કર્યા હતા.

Next Story