New Update
નર્મદા જિલ્લાના પ્રતાપનગરનો બનાવ
ચોર હોવાની શંકાએ સાધુને માર મરાયો
વિડીયો થયો વાયરલ
સોશ્યલ મીડિયાના મેસેજથી ભયનો માહોલ
પોલીસે પણ અફવા ન ફેલાવા કરી અપીલ
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ પ્રતાપ નગર ગામમાં સાધુને ચોર હોવાની શંકાએ ગ્રામજનો એ માર માર્યો હતો.આ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે આવેલ પ્રતાપનગર ગામમાં એક સાધુને ગ્રામજનો દ્વારા મારવામાં આવ્યો હતો. હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં ચોરની ટોળકીઓ ફરી રહી છે તે પ્રકારના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેના પગલે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો ત્યારે પ્રતાપનગર ગામમાં આવેલા એક સાધુને ગ્રામજનો દ્વારા ઘેરીને પૂછપરછ કરવામાં આવી હતી જોકે ગ્રામજનોને યોગ્ય જવાબ ન મળતા તેઓએ સાધુને માર માર્યો હતો.આ બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયાના મેસેજથી ગેરમાર્ગે દોરાવું નહીં અને આવી કોઈપણ ઘટનાની જાણ થાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે ત્યારે સાધુને માર મારવાની ઘટનાને લઇ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે
Latest Stories