/connect-gujarat/media/post_banners/d84a1d8e3b4f9ec1efcfa3bbe79e4e0dc1ad2b69848e22f7fc122386d2ba779d.jpg)
આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા નર્મદા જિલ્લામાં પહોંચી હતી જયાં આપના નેતા ઇશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં.
રાજયમાં વિધાનસભાની ચુંટણીનો માહોલ જામી રહયો છે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ભાજપની પ્રદેશ કારોબારી સંપન્ન થયા બાદ તુરંત જ આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા નર્મદા જિલ્લામાં પહોંચી છે. કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સાંત્વના આપવા તેમજ મૃતકોના પરિવારોને સરકાર સહાય આપે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી તરફથી જન સંવેદના યાત્રા કાઢવામાં આવી છે.
રાજપીપળા ખાતે મૃતકોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં. આ પ્રસંગે ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જયારે ખુરશી ખતરામાં આવે છે ત્યારે ભાજપને હીંદુ ખતરામાં લાગે છે. રાજયમાં 6 હજાર જેટલી સરકારી શાળાઓ સરકારે બંધ કરી દીધી છે તો શું આ શાળાઓમાં પાકિસ્તાનના બાળકો અભ્યાસ કરતાં હતાં. ઇશુદાન ગઢવી સહિતના નેતાઓએ ભાજપ પર વાક પ્રહારો કર્યા હતાં.