Connect Gujarat
ગુજરાત

નર્મદા:કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં G20ની બેઠક શરૂ, 3-ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેમિનાર યોજાયો

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટીમાં G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.

X

ભારત દેશને એકસૂત્રમાં જોડનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એકતાનગર-કેવડિયા ટેન્ટ સીટી૧ના સેમિનાર હોલ ખાતે G20 નો 3 'ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર' સેમિનાર યોજાયો હતો.

આ G20ની બેઠકના પ્રથમ દિવસે સેમિનારને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ સુમિતા ડાવરા, સચિવ રાજેશ કુમાર સિંહ, સચિવ સુનિલ બર્થવાલે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ચાવીરૂપ પ્રવચન આપ્યું હતું અને તજજ્ઞ-વક્તાઓને CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને મેનેજિંગ ડિરેક્ટર, હિટાચી હાઇ-રેલ પાવરના ચેરમેન દર્શન શાહ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત સત્કાર કરી આભાર દર્શન કરવામાં આવ્યું હતું.

જ્યાં વિવિધ દેશોના ડેલીગેટ્સ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતની મહેમાનગતિ માણી રહ્યા છે. ગુજરાત સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ઉભું કરવામાં આવેલ પ્રવાસન સ્થળથી પ્રભાવિત થઈ આદિજાતિના વૈવિધ્યસભર કલા-સંસ્કૃતિથી વાકેફ થયા હતા.

Next Story