Connect Gujarat
ગુજરાત

નર્મદા : ભારતની સૌથી લાંબી "અશ્વયાત્રા"નો શુભારંભ, બાળક સહિતના અશ્વસવારો જોડાયા..

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાસકાંઠા જિલ્લાના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા સૌથી લાંબી હોર્ષ રાઈન્ડિંગ માટે રેકોર્ડ સ્થાપિત કરવા અશ્વયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાસકાંઠા જિલ્લાના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા સૌથી લાંબી હોર્ષ રાઈન્ડિંગ માટે રેકોર્ડ સ્થાપિત કરવા અશ્વયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના જસરા ગામના અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાના અને ગુજરાતના સૌથી મોટા અશ્વ શો યોજાય છે. આ સાથે જ અશ્વની વિવિધ પ્રવૃત્તિઓ ગુજરાત સરકાર તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવે છે, ત્યારે સૌથી લાંબી અશ્વ સવારીનો અત્યાર સુધીમાં ભારતનો રેકોર્ડ પંજાબ રાજ્યના અશ્વ સવારના નામે છે. તેઓએ 613 કિમી લાંબી સવારી કરી રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ રેકોર્ડ તોડવા અદ્વૈત હોર્સ રાઈડિંગ ક્લબ દ્વારા એકતા યાત્રાના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતેથી 650 કિમી લાંબી અશ્વ સવારીની શરૂઆત કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શરૂ કરેલી અશ્વયાત્રાનું મહારાષ્ટ્રના અખલુંજ ગામના શ્રી રામ અશ્વ શો દ્વારા સમાપન કરવામાં આવશે. આ અશ્વયાત્રાનું અંતર 650 કિલોમીટર જેટલું થાય છે, ત્યારે અશ્વયાત્રાના અશ્વ સવાર જય વ્યાસ કે, જે ફક્ત 14 વર્ષના છે અને તેમની સાથે અન્ય 2 વ્યક્તિઓ પણ છે. જેમાં એક મહિલા છે, એવા પાંચ અશ્વ સવારોએ આ યાત્રામાં ભાગ લીધો છે, ત્યારે કેવડીયા ડી.વાય.એસ.પી. વાણી દુધાતના હસ્તે લીલી ઝંડી ફરકાવી ભારતની સૌથી લાંબી અશ્વયાત્રાના પ્રસ્થાન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો.

Next Story
Share it