નર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી

ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા.

New Update
નર્મદા : ગોરા ઘાટ સ્થિત માઁ નર્મદા મૈયાની મહાઆરતીમાં સહભાગી થઈ રાજ્યમંત્રીએ ધન્યતા અનુભવી

ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ નર્મદા જિલ્લાના પ્રવાસે આવી પહોચ્યા હતા. ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે માઁ નર્મદા મૈયાના દર્શન અને મહાઆરતીમાં સહભાગી થઈ ધન્ય બન્યા હતા.

નર્મદા જિલ્લાના ગોરા ગામ સ્થિત પવિત્ર નર્મદા કિનારે માઁ નર્મદા મૈયાના દર્શન અને મહાઆરતી કરી રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણે ધન્યતા અનુભવી હતી. આ સાથે જ તેઓએ શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધીના આકર્ષક રોશનીથી ઝળહળતા કોરીડોરને પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, પૂ. ઉત્તમ સ્વામીના સાન્નિધ્યમાં માઁ નર્મદા મૈયાની પરિક્રમા થઈ રહી છે, ત્યારે સ્વામીજીની વાણીનો લાભ તેમજ તેઓના આશિર્વાદ પણ મળ્યાં છે.

Latest Stories