Connect Gujarat
ગુજરાત

નર્મદા: સંકલન સમિતિની બેઠકમાં મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓને તતડાવ્યા,જુઓ શું છે કારણ

રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો

X

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં અધૂરી કામગીરીને લઈ મંત્રી પુર્ણેશ મોદીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો

ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી નર્મદા જિલ્લાની 3 દિવસની મુલાકતે છે ત્યારે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી જેમાં વિકાસગાથાને આગળ ધપાવવા રચનાત્મક સૂચના આપી હતી. આ બેઠકમાં 'નલ સે જલ' યોજના,બાયપાસ રોડની જમીન સંપાદનની કામગીરી, આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ, 'આઝાદી કા અમૃત મહોત્સવ' નિમિત્તે નવીન તળાવ બાંધકામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નગરપાલિકાના નાના-મોટા વહિવટી પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. હજુ પણ કેટલાય ગામડાઓમાં શાળાના ઓરડાના બાંધકામથી લઇને આંગણવાડી સહિત શિક્ષણ વિભાગના ઘણા બધા કામો થયા નથી. આ બાબતે મંત્રીએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને તમામ કામો વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા.

Next Story