Connect Gujarat
ગુજરાત

નર્મદા: હોમગાર્ડની 214 જગ્યા માટે 3 હજારથી વધુ ઉમેદવારો,રોજગારીના તમામ દાવા પોકળ !

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ફલક પર નામના ધરાવનાર નર્મદા જિલ્લાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે.

X

સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ફલક પર નામના ધરાવનાર નર્મદા જિલ્લાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. હોમગાર્ડની 214 જગ્યા માટે 3 હજારથી પણ વધુ ઉમેદવારોએ ઉમેદવારી નોધાવતા રોજગારી અપાવવાના તમામ દાવા પોકળ સાબિત થયા છે

નર્મદા જિલ્લાને પ્રવાસન જિલ્લા તરીકેનું સ્થાન મળ્યું છે. સ્ટેચ્યું ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લાને વિશ્વફલક પર સ્થાન મળ્યું છે જેના કારણે અહી રોજગારી વધી હોવાના દવા કરવામાં આવે છે પરંતુ નર્મદા જીલ્લામાં ચાલી રહેલ હોમગાર્ડની ભરતીએ રોજગારીના તમામ દાવા પોકળ સાબિત કરી દીધા છે. નર્મદા જિલ્લામાં હોમગાર્ડની કુલ 214 જગ્યા માટે 3031 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં 2318 મહિલા ઉમેદવારો અને 713 પુરુષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. હોમગાર્ડની નોકરી એવી હોય છે કે જેમાં કાયમી પગાર નથી હોતો માનદવેતન હોય છે છતાં પણ તેની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે જે દર્શાવે છે કે બેરોજગારી કેટલી હદે વધી છે. સરકારી નોકરીમાં પણ કઈક આ પ્રકારના જ દ્રશ્યો જોવા મળે છે પરંતુ સામાન્ય વેતન આપવાથી હોમગાર્ડની નોકરી માટે પણ ઉમેદવારોનો રાફડો ફાટતા સ્ર્કાર માટે રોજગારીનો પડકાર ઊભો થયો છે

Next Story