નર્મદા: સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ગર્જ્યા, નેતાઓ કોન્ટ્રાકટરો પાસે હપ્તા માંગતા હોવાના આક્ષેપ

નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે

New Update
નર્મદા: સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ગર્જ્યા, નેતાઓ કોન્ટ્રાકટરો પાસે હપ્તા માંગતા હોવાના આક્ષેપ

નર્મદા જિલ્લામાં ભાજપ,કોંગ્રેસ અને આપના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો પાસે હપ્તા માંગતા હોવાના ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપથી ચકચાર મચી જવા પામી છે

નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે જેમાં મોટા કોન્ટ્રાકટર અને અધિકારીઓ પાસે ખંડણી હપ્તા અને ટકાવારી માંગવામાં આવે છે અને આ સિલસિલો મોટા પાયે ચાલતો થયો છે.તેઓનું કહેવું છે કે આ કોઈ એક પક્ષના લોકો નહીં પરંતુ પત્રમાં તમામ પક્ષોના આગેવાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બાબતે સાંસદ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે