Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેવડીયા સ્થિત જંગલ સફારી ખાતે નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સનો પ્રારંભ,કેન્દ્રિય પ્રધાન અશ્વિની ચૌબે ઉપસ્થિત

કોન્ફરન્સમાં પ્રાણીસંગ્રહાલયમાં રહેલ વન્યજીવશ્રુષ્ટિનાં સંવર્ધન અને સંરક્ષણ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી ખાતે કેન્દ્રીય વન, પર્યાવરણ, અને જળવાયું પરિવર્તન રાજયમંત્રી અશ્વિની ચોબે અને રાજ્યના વન અને પર્યાવરણ રાજયમંત્રી જગદીશ પંચાલ સહિત મહાનુભાવોના હસ્તે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સની શરૂઆત કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત જંગલ સફારી ખાતે બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર ઝૂ ડાયરેક્ટર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં પ્રાણીસંગ્રહાલયમાં રહેલ વન્યજીવશ્રુષ્ટિનાં સંવર્ધન અને સંરક્ષણ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે

ઉપરાંત દેશના અલગ અલગ પ્રાણી સંગ્રહાલય છે જેની અંદર પ્રાણીઓને રાખવામાં આવે છે તેમાં હજુ વધુ સારી કક્ષાની કેવી રીતે સગવડો ઊભી કરવામાં આવે। આજે કોન્ફરન્સ ના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય બાદ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ સંબોધન કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબે તથા રાજ્યકક્ષાના મંત્રી વન પર્યાવરણ મંત્રી જગદીશ પંચાલ સહિત મહાનુભાવે સંબોધન કર્યું હતું અને કોન્ફરન્સની શરૂઆત કરાવી હતી કોન્ફરન્સ નો મુખ્ય ઉદ્દેશ એવો છે કે વન્ય જીવોનો બચાવ થાય અને ખાસ કરીને આજે એવી સ્થિતિ છે કે ઘણા વન્ય જીવો એવા છે જે પ્રાણી સંગ્રહાલય કરતાં પણ જંગલમાં વધુ સુરક્ષિત હોય છે.કેન્દ્રિય પ્રધાન અશ્વિની ચૌબેએ જિમ કોર્બેટ નેશનલ પાર્ક બાબતે જણાવ્યું હતું કે નેશનલ પાર્કનું નામ રામ ગંગા રાષ્ટ્રીય ઉદ્યાન કરવા પર વિચારણા ચાલી રહી છે

કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ લખીમપુરની ઘટનાને લઈ પ્રતિક્રિયા પાટા જણાવ્યુ હતું કે આ મામલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી રાજકીય રોટલા શેકી રહી છે. મંત્રીના પુત્ર આશીષ મિશ્રાની ધરપકડ બાદ સિધ્ધ થયું કે અમારી સરકાર કોઈ બાબત છુપાવતી નથી અને ન્યાય સંગત છે.

Next Story