Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપીપળામાં રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેનોને હાથમાં વિનામુલ્યે મહેંદી મૂકવામાં આવી

ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે

X

નર્મદા જિલ્લાના રાજપીપળામાં સામાજિક કાર્યકરે બહેનોને અનોખી ભેટ આપી હતી. રક્ષાબંધનના પર્વ નિમિત્તે તેઓએ બહેનોને હાથમાં વિનામુલ્યે મહેંદી મૂકી આપી હતીભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવા રક્ષાબંધન દિવસનો તહેવાર સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે અને ભાઈની લાંબી આયુષ્યની રક્ષા માટે બહેન રાખડી બાંધે છે અને બહેનનું રુણ ચૂકવવા ભાઈ બહેનને કોઈ પણ યથા શક્તિ ભેટ આપે છે ત્યારે રાજપીપળામાં એક સેવાકીય કાર્યકર્તા નીરજ પટેલે આજે બહેનનો એક અનોખી ભેટ આપી છે.તમામ શહેરની બહેનોને મફત મહેંદી પાડી આપી અને આ અનોખી ભેટથી અનેક બહેનો ખુશ થઈ મહેંદી મુકાવી હતી.

Next Story