નર્મદા : PM મોદી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે મિશન લાઇફનું લોન્ચિંગ કર્યુ…

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ હતું.

New Update

ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા હોય તેવી પ્રથમ ઘટના નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે જોવા મળી હતી, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની ઉપસ્થિતિમાં મિશન લાઈફનું લોન્ચિંગ કર્યુ હતું. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યું હતુ કે, ક્લાઈમેન્ટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે. ભારત ક્લાયમેન્ટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યામાં સૌથી આગળ આવીને કાર્ય કરી રહ્યું છે. આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યું છે. ભારતમાં વર્ષ-2028 સુધી તમામ ગામડાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા 80% પર્યાવરણને અનુકૂળ બનવાનું લક્ષ્ય છે.

સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અનુસાર, જો 8 અબજની વૈશ્વિક વસ્તીમાંથી 1 અબજ લોકો તેમના રોજિંદા જીવનમાં પર્યાવરણને અનુકૂળ વર્તન અપનાવે તો વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આશરે 20 ટકાનો ઘટાડો થઈ શકે તેમ છે, ત્યારે એકતાનગર ખાતે 120 દેશના રાજદૂતો પણ ઉપસ્થિત રહી કોન્ફરન્સમાં સહભાગી થયા હતા.

Latest Stories