Connect Gujarat
ગુજરાત

નર્મદા: પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ જેની ઠુમ્મરે ભાજપ પર ચાબખા કરતાં કહ્યું મુદ્દો બનાવવો જ હોય તો વિકાસનો બનાવો નહી કે જાતિનો

ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને કોંગ્રેસમાં વધુને વધુ જોડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવ્યા છે.

X

ગુજરાતમાં કોંગ્રેસનાં સંગઠનને મજબૂત કરવા અને ખાસ કરીને જે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારની મહિલાઓને કોંગ્રેસમાં વધુને વધુ જોડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના અધ્યક્ષ જેનીબેન ઠુમ્મર નર્મદા જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજપીપળાના વડિયાં ખાતે આવેલ આતિથી ગૃહના મિટિંગ હોલમાં જિલ્લાની મહિલાઓ સાથે મીટીંગ કરી હતી. મહિલાઓની રાજકિય ભૂમિકા પરિવારની જવાબદારી સમજાવી મહિલા કેવી રીતે આગળ આવે તે બાબતની મહત્વની માહિતી કોંગ્રેસ પ્રદેશ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુમ્મરે આપી હતી. જેમની સાથે મહિલા પ્રદેશ પ્રભારી શોભનાબેન સહીત મોટી સંખ્યામાં મહિલા આગેવાનો હાજર રહ્યા હતા. જૈનીબેને મહિલામાં જોશ ભરીને સંગઠનના કામે લાગી જવા અને ગામે ગામથી મહિલાઓને કોંગ્રેસમાં જોડાવાની હાંકલ કરી હતી. જૈનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે સંગઠનની કામગીરી કરી રહ્યા છે.આં માત્ર ચૂંટણી પૂરતું નહિ પણ કોંગ્રેસ પાર્ટી સાથે મહિલાઓ જોડાયેલી રહે પોતે વિવિધ હોદ્દાઓ પર રહી નેતૃત્વનું કામ કરે તે માટે હું ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત કરી રહી છું. કેમકે આ સરકાર રાજ્યની ગણો કે કેન્દ્રની પોતાના સાસન માટે પ્રજાને કરેલા વાયદા એક પણ પૂરા કર્યા નથી એ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે જાતિવાદનું ઝેર ભરે છે. કેમકે રાહુલ ગાંધીએ મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીના અનેક સવાલ કર્યા પરંતુ ભાજપએ કોઈ મુદ્દો ના પકડ્યો અને મોદી ઓબીસી નથીની વાત પકડી રાજનીતિ રમી રહ્યા છે.પણ હવે પ્રજા જાગૃત છે.તેમનો કોઈ પેતરો આં વખતે કામ નહીં લાગે પ્રજા પરિવર્તન નાં મૂડમાં હોવાની વાત કરી હતી.

Next Story