Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા "પોષણવાહીની" અને "શિક્ષા સાથી" પ્રોજેક્ટર્સ થકી આદિવાસીઓમાં જાગૃતતા લાવાનો પ્રયાસ

નર્મદા જિલ્લાની રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા આદિવાસી જનેતામાં " પોષણ વાહીની" પ્રોજેક્ટ તથા "શિક્ષા સાથી" કાર્યક્રમ થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

X

નર્મદા જિલ્લાની રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા આદિવાસી જનેતામાં " પોષણ વાહીની" પ્રોજેક્ટ તથા "શિક્ષા સાથી" કાર્યક્રમ થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લામાં આદિવાસી વસ્તી વધુ છે અને કુપોષણની ખુબ સમસ્યા છે ત્યારે આ કુપોષણને દૂર કરવા રાજશ્રી પોલીફિલ્સ કંપની દ્વારા અભિયાન ઉપાડી તાલુકાઓમાં ગામેગામ એક મહિલા સેવક મૂકી " પોષણ વાહીની" પ્રોજેક્ટથી બહેનોને બાળકોને પોષણયુક્ત ખોરાક આપવાની જવાબદારી ઉઠાવી વર્ષોથી આ અવિરત ચાલતી પ્રોજેક્ટને લઈને આજે હજારો માતાઓ અને બાળકો સુ-પોષિત બન્યા છે. આ સાથે નર્મદા જિલ્લામાં શાળાઓ છે પણ શિક્ષકોની અછત વર્તાતા સ્થાનિકોને રોજગારી મળે અને શાળાને શિક્ષક મળે એવા ઉમદા હેતુથી "શિક્ષા સાથી" કાર્યક્રમ મૂકી શાળાઓમાં સ્થાનિક ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોય એવા યુવક યુવતીની પસંદગી કરીને શિક્ષણની ગુણવત્તા પણ વધારવામાં ફાળો રહ્યો છે. ત્યારે આ બે પ્રોજેક્ટની સફળતા અને તેને હજુ પણ લોકો સુધી પહોંચે એવા પ્રયાસો હેઠળ રાજશ્રી પોલીફિલ્સના આસી.વાઇસ પ્રેસિડન્ટ સંજય અગ્રવાલ, એમ.કે.કાપડિયા સહિત RPLના અધિકારીઓ અને કર્મચારીઓ, પોષણ વાહિની અને શિક્ષા સાથી ઓ સાથે એક સ્નેહમિલન કાર્યક્રમ ડેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે રાખવામાં આવ્યું હતું.

Next Story