લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી
એકતાનગર ખાતે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરાય
સરદાર સાહેબના પરિજનો પણ ઉજવણીમાં સહભાગી થયા
PM મોદી સાથે સરદાર સાહેબના પરિજનોની શુભેચ્છા મુલાકાત
SOU પ્રતિમા એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો : ગૌતમ પટેલ
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં સરદાર સાહેબના પરિવારજનોએ સહભાગી થઈ PM મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીમાં સરદાર સાહેબના પરિવારજનો સહભાગી થયા હતા. આ મુલાકાત દરમિયાન પરિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સરદાર સાહેબના પૌત્ર ગૌતમ પટેલ સહિત પરિવારના સભ્યોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'ની મુલાકાત લઈ આ ભવ્ય સ્થાપત્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અવસરે સરદાર સાહેબના પૌત્ર ગૌતમ પટેલે 'વિઝિટર્સ બુક'માં નોંધ્યું હતું કે, "આ પ્રતિમા એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે, અને તેના દ્વારા PM મોદીએ વિશ્વ સમક્ષ પ્રદર્શિત કર્યું છે કે, એક અખંડ ભારત શું કરી શકવા સક્ષમ છે.