Connect Gujarat
ગુજરાત

નર્મદા: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખના દાવેદારો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી

પંચાયત પ્રમુખ માટે 4 દાવેદારો અને પાંચ તાલુકા પંચાયત પ્રમુખ માટે 20 લોકોએ દાવેદારી કરી છે ત્યારે નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી

X

નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ માટે 4 દાવેદારો અને પાંચ તાલુકા પંચાયત પ્રમુખ માટે 20 લોકોએ દાવેદારી કરી છે ત્યારે નિરીક્ષકો દ્વારા દાવેદારોની સેન્સ લેવામાં આવી હતી

નર્મદા જિલ્લા પંચાયત, જિલ્લાની 5 તાલુકા પંચાયત પ્રમુખ પદ માટેની અઢી વર્ષની બીજી ટર્મ માટે આગામી 14 મી તારીખે જ્યારે રાજપીપળા નગરપાલિકા પ્રમુખની અઢી વર્ષની ટર્મ માટે આગામી 13 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે.ત્યારે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ માટે 4, જિલ્લાની 5 તાલુકા પંચાયતોના પ્રમુખ પદ માટે 20 અને રાજપીપળા નગરપાલિકા પ્રમુખ માટે 4 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. નર્મદા જિલ્લામાં સેન્સ લેવા માટે પ્રદેશ ભાજપ તરફથી મોકલાયેલા નિરીક્ષકોમાં સુરતના રાકેશભાઈ દેસાઈ, આણંદ પૂર્વ સાંસદ દિલીપ પંડ્યા, અને મહિલામોર્ચા ના તૃપ્તિબેન વ્યાસ આ ત્રણ નિરીક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા બાદ નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ પ્રદેશમાં રજુ કર્યો હતો. જોકે નિર્ણય પ્રદેશ કક્ષાએ થી થશે પરંતુ નર્મદા જિલ્લા પંચાયત તથા જિલ્લાની 5 તા.પં અને રાજપીપળા નગરપાલીકામાં મલાઈદાર સમિતિઓમાં સ્થાન મેળવવા લોબિંગ શરુ થઇ ગઈ છે.

Next Story