નર્મદા : ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપ યોજાયો...

જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
નર્મદા : ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપ યોજાયો...

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા દ્વારા સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા દ્વારા નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સોશિયલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સાઉથ ઝોનના સોશિયલ મીડિયાના કન્વીનર સંકેત શર્મા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા મહત્વનો ભજવવા જઈ રહ્યું છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં સોશિયલ મીડિયાના લોકોને પ્રશિક્ષિત કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન પોતાના વિસ્તારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ સોશિયલ મીડિયા થકી લોકો સુધી કેવી રીતે પહોંચે તે બાબતે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોર, પૂર્વ આદિજાતિ મંત્રી નરેશ પટેલ, છોટાઉદેપુર સાંસદ ગીતા રાઠવા, નાંદોદ ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories