નર્મદા : એસટી મોરચાની દ્વિદિવસીય ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન

કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે યોજાયેલ દ્વિદિવસીય એસટી મોરચાની ચિંતન બેઠકનો સમાપન સમારોહ યોજાયો હતો.

New Update
નર્મદા : એસટી મોરચાની દ્વિદિવસીય ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે યોજાયેલ એસટી મોરચાની દ્વિદિવસીય ચિંતન બેઠકનું કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સમાપન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે યોજાયેલ દ્વિદિવસીય એસટી મોરચાની ચિંતન બેઠકનો સમાપન સમારોહ યોજાયો હતો. આ શિબિરમાં નેશનલ લેવલ પર એસટી મોરચાના સંગઠનમાં સુધારો કરવા તેમજ ભારત સરકાર ટ્રાયબલ મિનિસ્ટ્રી જનજાતિ માટે કયા કામ કરી રહી છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી બિશ્વેશ્વર ટુંડેએ જણાવ્યુ હતું કે, આદિવાસી સમાજની એકતાને તોડવા માટે લોકોમાં ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજે પણ લોકલ ભાષાથી ઉપર લેવલની ભાષાનો પ્રયોગ કરી અંગ્રેજી ભાષા શીખવી પડશે. જે લોકો ધર્માંતરણ કરે છે, તેવા લોકોને એસટી કેટેગરીમાંથી કાઢી મુકવા જોઈએ. જો આવું કરવામાં આવશે તો આદિવાસી સમાજમાં થતું ધર્માંતરણ અટકી જશે તેમ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યુ હતું.

Latest Stories