Connect Gujarat
ગુજરાત

નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેસુડા ટુરનો થયો પ્રારંભ, જંગલની મુલાકાત લઈ મન થશે પ્રફુલ્લિત

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.

X

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.

વસંતઋતુના આગમનની સાથે જ એકતાનગર આસપાસનો વિસ્તારમાં 65 હજારથી વધુ કેસુડાના વૃક્ષો હોવાથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ કેસુડામય બની જાય છે.જેનો લાભ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ લઈ શકે તે માટે આજથી શરુ થયેલા "કેસુડા ટુર" પ્રવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા..

હવે કેસુડા ટુરમાં સહભાગી કેવી રીતે થઈ શકશો તેની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ વેબસાઈટ પર ટિકીટ બુક કરાવી સવારે 7થી 10 અને સાંજે 4થી 07 વાગ્યા સુધીમાં સહભાગી થઈ શકશે.કેસુડા ટુર માટે અલગ અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવેલ છે. જ્યાં પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસુડાની સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે. પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે. જ્યાં ટ્રેકિંગની સાથે સાથે ખલવાણી ઈકોટુરિઝમ સાઈટની પણ મુલાકાત પણ લઈ શકશે.

Next Story