Connect Gujarat
ગુજરાત

નર્મદા: દેશના સૌથી યુવા સાંસદ તેજસ્વી સૂર્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

X

ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર પટેલને નમન કર્યા હતા

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાની બેગલુરુના સાંસદ અને ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા એ મુલાકાત લીધી હતી.તિલકવાડા તાલુકાના સુરવા ગામ ખાતેથી કેવડિયા સુધી નર્મદા જિલ્લા યુવા મોર્ચા દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે પહોંચ્યા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને તેજસ્વી સૂર્યા એ કહ્યું હતું કે સરદાર પટેલનો ભારતને એક કરવામાં સિંહફાળો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ અને તે સમયના જે પણ ફ્રીડમ ફાયટર હતા તેમનું એક મેમોરિયલ કેવડિયામાં બનાવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડિયામાં હજારો પ્રવાસીઓ આવે છે.જેને કારણે અહીંના આજુબાજુના વિસ્તારો માં પણ રોજગારી વધી છે.

Next Story
Share it