/connect-gujarat/media/post_banners/1ec86708fa228ea699522cb3964e7271c60b6e7651fe0936ac9eb76592943db6.jpg)
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની સગીરાને એક વિધર્મી યુવાને પોતાની ઓળખ છુપાવી લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. જે બાદ વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આરોપીનો પિતા પણ સગીરા સાથે અડપલાં કરતો હતો. જેમાં કોર્ટે આરોપી બાપ-દીકરાને સખ્ત સજા ફટકારી સમાજમાં એક ઉમદા દાખલો બેસાડ્યો છે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની એક સગીરાને રાજપીપળાના એક વિધર્મી યુવાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન સગીરા ગત વર્ષે 29મી માર્ચના રોજ ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા ગયી હતી, ત્યારે રાજપીપળાના વિધર્મી યુવાને તેણીને બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા નહીં દઈ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયો હતો, જ્યાં તેની સાથે અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ આરોપીના પિતાએ પણ તેની સાથે શરીરના અલગ-અલગ ભાગે છેડછાડ કરી હતી. જે બાદ સગીરાને જાણ થઇ હતી કે, તે વિધર્મી છે અને તે પરીણિત હોવા સાથે એક પુત્રીનો બાપ પણ છે. જે બાદ દેડિયાપાડા પોલીસ મથકે બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી. જેનો કેસ નર્મદા જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી તરફે જિલ્લા મુખ્ય સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને લઈ આ કામના મુખ્ય આરોપી એવા વિધર્મી યુવાનને 10 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. 17 હજાર દંડ તેમજ સગીરા સાથે અડપલાં કરનાર આરોપીના પિતાને પણ 3 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ. 6 હજાર દંડની સજા ફરમાવી સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત નામદાર કોર્ટે ભોગ બનનાર સગીર વયની દીકરીને રૂ. 50 હજાર ચૂકવવા હુકમ કર્યો છે. જોકે, આ વિધર્મી યુવાને નાંદોદની અન્ય યુવતીને પણ હિન્દુ તરીકે પોતાની ઓળખ આપી શિકાર બનાવી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.