Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજપીપળામાં નિર્માણ પામેલ ભવ્ય મિરેકલ હવેલીનું NRI બક્ષી પરિવાર દ્વારા લોકાર્પણ કરાયું...

નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંદાજીત 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

X

નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંદાજીત 6 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવેલીના લોકાર્પણ પ્રસંગે NRI બક્ષી પરિવાર દ્વારા વિશેષ પૂજા કરવામાં આવી હતી. તો સાથે જ હાથી ઘોડા, બેન્ડવાજા સાથે રસ્તાઓ પર લાઈવ રંગોળી અને ભવ્ય શોભાયાત્રા જોતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

રાજપીપળાના NRI બક્ષી પરિવાર દ્વારા અંદાજિત 6 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય શ્રી કૃષ્ણ હવેલી બનાવવામાં આવી છે. આખી હવેલી સેન્ટ્રલ એસી છે. જેમાં મોટો હોલ સાથે જીમ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી સહીત લોકોના ઉપયોગમાં આવી શકે તેવી વસ્તુઓ રાખવામાં આવી છે. માત્રને માત્ર રાજપીપળાના લોકોની સેવા માટે બક્ષી પરિવારના અસિત બક્ષીએ આ હવેલીનું નિર્માણ કરાવ્યુ છે.

શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીના માધ્યમથી રાજપીપળામાં સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જેને જિલ્લા અને રાજ્યમાં ફેલાવવા આ મિરેકલ હવેલીના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ વૈષ્ણવ સંપ્રદાયના વડા વાધેશબાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મિરેકલ હવેલી ખાતે NRI આશીત બક્ષી અને તેમના પત્ની રૂપલ બક્ષી, પુત્ર ઉત્સવ બક્ષી સહિત પરિવારના સભ્યો દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ હાથી ઘોડા, બેન્ડવાજા સાથે રસ્તાઓ પર લાઈવ રંગોળી અને ભવ્ય શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Next Story