નર્મદા જિલ્લાના એકતા નગર ટેન્ટસિટી ખાતે 2 દિવસ માટે દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનો કેન્દ્રિય વનમંત્રી અને ગુજરાત રાજ્યના સંગઠન પ્રભારી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો.
નર્મદા જિલ્લાના એકતા નગર ટેન્ટસિટી ખાતે 2 દિવસ માટે દેશના તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની યોજાયેલ રાષ્ટ્રીય પરિષદનું આજે સમાપન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય કોન્ફરન્સમાં મુખ્યત્વે 6 વિષયો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં 35 રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવ્યા હતા. આ કોન્ફરન્સમાં દેશમાં અને રાજ્યોમાં ફોરેસ્ટ્રીને લગાતા કામોનું ક્લિયરન્સ વહેલી તકે કેવી રીતે થાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. દેશ અને રાજ્યોમાં એગ્રો ફોરેસ્ટ્રીનું શુ મહત્વ છે, અને એગ્રો ફોરેસ્ટ્રીથી થતા ફાયદોઓ વિશે અને ખાસ ક્લાયમેન્ટ એક્શન પ્લાન અંગે પણ ચર્ચા કરાય હતી. આ કોન્ફરન્સમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, પોલ્યુશન અને વેસ્ટ મેનેજમેન્ટના વિષય પર તજજ્ઞો દ્વારા વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. આ અવસરે ગુજરાતમાં બની રહેલા રાજકીય માહોલ વિશે અને આવનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેમ કેન્દ્રિય વનમંત્રી અને ગુજરાત રાજ્યના સંગઠન પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું. સાથે જ ગુજરાતના લોકો પણ ભાજપ અને ભાજપ એ કરેલા વિકાસની સાથે હોવાનો કેન્દ્રિય વનમંત્રીએ દાવો કર્યો હતો.