Connect Gujarat
ગુજરાત

નર્મદા: કેવડિયાનો આ નજારો તમને એકવાર મુલાકાત લેવા મજબૂર કરી દેશે....

દિવાળીના ઉત્સવને ઉજવવા souને સત્તામંડળ દ્વારા કેવડિયા એકતાનગરમાં તમામ જગ્યાએ લાઇટિંગ કરી એકતાનગરને દુલ્હન ની જેમ સજાવવામાં આવ્યું છે.

X

દિવાળીના ઉત્સવને ઉજવવા souને સત્તામંડળ દ્વારા કેવડિયા એકતાનગરમાં તમામ જગ્યાએ લાઇટિંગ કરી એકતાનગરને દુલ્હન ની જેમ સજાવવામાં આવ્યું છે. ત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.


દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદ કેવડિયા જ હોય છે, કેવડિયામાં અત્યાર સુધી દોઢ કરોડ કરતા પણ વધુ પ્રવાસીઑ નોંધાઈ ચુક્યા છે અને હાલ આ વેકેશન દરમયાન પણ રોજના 30 થી 40 હજાર પ્રવાસીઓ કેવડિયા આવે એવી તૈયારીઓ સાથે તંત્ર સજ્જ બન્યું છે, ત્યારે હાલ આ દિવાળીના જગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળીના ઉત્સવને ઉજવવા સ્ટેચ્યું ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા કેવડિયા એકતાનગરમાં તમામ જગ્યાએ લાઇટિંગ કરી એકતાનગરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે ત્યારે દિવાળી વેકેશનમાં આવેલ પ્રવાસીઓ પણ આ લાઇટિંગનો નજારો જોઈ ખુશખુશાલ થાય છે. ત્યારે sou ના ceo ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દિવાળી વેકેશનમાં 2 લાખ પ્રવાસીઓ આવવાની શકયતાને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધામાં વધારો પણ કરવામાં આવ્યો છે. આજે એકતાનગરમાં તમામ જગ્યાએ લાઇટિંગ સાથે રાત્રી નજારો જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

Next Story