નર્મદા : SOU આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા SRP પોલીસ બેન્ડ રેલાવશે શૌર્યની ધૂન...

એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાત લેતા પ્રવાસીઓની યાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટે SOU સત્તામંડળે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેર્યું છે.

નર્મદા : SOU આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા SRP પોલીસ બેન્ડ રેલાવશે શૌર્યની ધૂન...
New Update

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાતે આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા માટે વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા SRP પોલીસ બેન્ડ થકી વધુ એક નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાત લેતા પ્રવાસીઓની યાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટે SOU સત્તામંડળે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેર્યું છે. જે અંતર્ગત હવે પ્રવાસીઓને સપ્તાહના અંતે એટલે કે, શનિવાર અને રવિવારના રોજ SRP પોલીસ બેન્ડના સંગીતમય પ્રદર્શનનો આનંદ માણવાની એક સુખદ તક મળશે. આ અંગે SOU ADTGAના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે જાણીતુ બન્યુ છે, ત્યારે “દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે, ત્યારે પોલીસ બેન્ડ દેશભક્તિ અને શૌર્યની ધૂનથી પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવશે. જોકે, ગત શનીવારથી શરૂ થયેલા પોલીસ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત તમામ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પોલીસ બેન્ડના આ શાનદાર લાઈવ પરફોર્મન્સને જોવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. નોંધનીય છે કે, પોલીસ બેન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં દર શનિવાર અને રવિવારે સાંજે 6થી 7 કલાક સુધી મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરશે. જેથી પ્રવાસીઓ પોલીસ બેન્ડના લાઈવ સંગીતમય પ્રદર્શનનો આનંદ માણી શકશે.

#SRP Police Band #experience #tourists #CGNews #Gujarat #SOU #Narmada
Here are a few more articles:
Read the Next Article