Connect Gujarat
ગુજરાત

નર્મદા : યુપી ઇલેક્શનમાં 300થી વધુ સીટો સાથે બહુમતીથી સરકાર બનશે : કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે

ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા

X

ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા.

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવાલે આવી પહોચ્યા હતા. મુલાકાત દરમ્યાન તેઓએ ઇજનેરી કૌશલ્યના ખૂબ વખાણ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે એ યુ.પી. ઇલેક્શન બાબતે જણાવ્યુ હતું કે, જે લોકોને ટિકિટ નથી મળતી તે લોકો પાર્ટી છોડીને જાય છે. પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ યુપી ઇલેક્શનમાં 300થી વધુ સીટો મેળવી બહુમતીથી સરકાર બનાવશે. આ સાથે જ પંજાબ સરકાર દ્વારા મોદીની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને પંજાબ સરકાર પર કેન્દ્રિય મંત્રી રામદાસ અઠવલે એ ટીકા કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોળી કાઢી હતી.

Next Story