Connect Gujarat
ગુજરાત

નર્મદા: રાજપીપળામાં વિકાસના વિવિધ કાર્યોનું કરવામાં આવ્યું લોકાર્પણ,સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

રાજપીપળા શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

X

રાજપીપળા શહેરમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રાજપીપળા શહેરની શાન અને એક પ્રવાસન સ્થળ ગણાતો 150 વર્ષ જૂનો ઓવારો જર્જરિત થઇ જતાં પાલિકા દ્વારા નવો કરજણ ઓવારો બનાવવામાં આવ્યો. જેનું જન્માષ્ટમીના પર્વ પર પાલિકાએ નગરજનોને ભેટ આપી છે. આ સાથે, રાશિ નક્ષત્ર ગાર્ડન, ટેનિસ કોર્ટ, મચ્છી માર્કેટ, ફિલ્ટર પ્લાન્ટ સહિત વિકાસનાં લોકાર્પણ થયા અને ખાતમુહૂર્તનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સાંસદ મનસુખ વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાજપીપળા નગર પાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ થકી પાંચ લોકાર્પણ અને 2 ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા

Next Story