Connect Gujarat
ગુજરાત

નર્મદા : રાજયમાં વહેલી ચુંટણીની કોઇ શકયતા નથી : સીએમ વિજય રૂપાણી

રાજપીપળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનું કરાયું ભુમિપુજન.

X

ઉત્તરપ્રદેશની સાથે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી યોજાશે તેવી ચાલી રહેલી અટકળો ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઠંડુ પાણી રેડી દીધું છે. રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભાગ લેવા આવેલાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં નિયત સમયે જ ચુંટણી યોજાશે.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ હતી. ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહયાં હતાં. તેમના હસ્તે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનું ભુમિપુજન કરાયું હતું. રાજયમાં સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અવસરે નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં વહેલી ચુંટણીની કોઇ શકયતા નથી, ચુંટણી નિયત સમયે જ કરવામાં આવશે.

કોગેસના વિરોધ પ્રદર્શન અંગે CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે,કોગેસના વિરોધની કોઈએ નોંધ પણ લીધી નથી. કોંગ્રેસનો વિરોધ માત્ર અને માત્ર વિડીયોમાં જ દેખાઇ રહયો છે. રાજપીપળા ખાતે આવેલાં મુખ્યમંત્રીએ રાજયમાં તબીબોની હડતાળ મુદ્દે જણાવ્યું હતું કે, હવે કોરોનાની મહામારી ઓછી થઇ છે ત્યારે તબીબોએ પણ નિયમોનું પાલન કરી હડતાળ સમેટી લેવી જોઇએ. આજથી શરૂ થયેલા શ્રવણ માસની શુભેચ્છા પાઠવતા CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,ત્યારે શ્રાવણ માસના તહેવારો આવી રહ્યા છે,ત્યારે ત્રીજી વેવની સંભાવનાને ધ્યાને રાખી લોકો સાવચેતી સાથે તહેવારો ઉજવે તે જરૂરી છે.

Next Story