Connect Gujarat
ગુજરાત

નર્મદા : આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, દેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાય...

દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.

X

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે નર્મદા જિલ્લાના કોંગ્રેસ, ભાજપ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.

વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના તમામ રાજકીય પક્ષોના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. બિટીપીના મુખ્ય સંયોજક છોટુ વસાવા, રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા, કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ, બીજેપી નેતા મોતીસિંહ વસાવા તેમજ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા યુવા સહિતના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. તમામ નેતાઓની ઉપસ્થિતિમાં તેમજ હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે છોટુ વસાવાએ ટિપ્પણી કરી હતી કે, 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ અને સી.એસ.આર વપરાય તો બિરસા મુંડા ભગવાનની પ્રતિમા માટે 10 લાખ રૂપિયા જેવી રકમ પણ મદદરૂપ થઈ વપરાઈ જોઈએ. કારણ કે, બિરસા મુંડા આદિવાસી સમાજના ભગવાન છે, અને તેઓ એક પ્રેરણાદાયક છે, ત્યારે આદિવાસી સમાજને તેઓમાંથી ખૂબ મોટી પ્રેરણા મળે તેમ છે. જોકે, થોડો વિવાદ થયો હતો અને નેશનલ હાઇવે ઓથોરિટીની પરમિશન ન મળી હતી. જે બાબતે તેમને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર દબાણો રોડ પર હોય છે કે, તેને હટાવતા નથી. પરંતુ આવા સારા કામ થતાં તેઓ તેમાં અડચણો ઉભી કરે છે.

Next Story