Connect Gujarat
ગુજરાત

નર્મદા : વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા પોઇચા-નીલકંઠધામ મંદિરના ગુંબજ પર અર્પણ કરાય...

નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિરના ગુંબજ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરવામાં આવતા લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત થયો છે.

X

નર્મદા જિલ્લાના પોઇચા સ્થિત નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિરના ગુંબજ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરવામાં આવતા લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત થયો છે.

નર્મદા જિલ્લાના પોઇચા સ્થિત વિશ્વપ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજસ્થાન જનમંચના ઉપક્રમે મંદિરના ગુંબજ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલ માળા અર્પિત કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાવી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપીત કર્યો છે. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીએ જણાવ્યું હતું કે, અગાઉ આ માળાની લંબાઈ 130 ફૂટ અને તેનું વજન 31 કિલો હતું. આ માળામાં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યા હતા. હવે તેનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે. બરોડાના પ્રખ્યાત ફૂલના કુશળ 50થી વધુ કારીગરો દ્વારા ખાસ વિશાળકાય ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે. 400 કિલોથી વધુ વજનના સફેદ, પીળા અને કેસરી ગલગોટાના ફૂલો વચ્ચે આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાના રંગે રંગાયેલી 1008 ફૂટ લાંબી ફૂલોની માળા સાધુ-સંતો અને ભક્તોની ઉપસ્થિતીમાં મંદિરના ગુંબજ પર અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ નવો વિશ્વ કીર્તિમાન સ્થાપ્યાનો આનંદ આશ્રમના સ્વામિ સંતોએ વ્યક્ત કર્યો હતો.

Next Story