Connect Gujarat
ગુજરાત

નવસારી : દેવીના પાર્ક પ્રા-શાળાના 2 બાળકોને લાગ્યો વીજ કરંટ, શાળાની બાજુમાં ચાલતી કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી : સ્થાનિક

શાળામાંથી જમવા માટે નીકળેલા 2 બાળકોને અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

X

મળતી માહિતી અનુસાર, નવસારી શહેરના દેવીના પાર્ક વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાના 2 બાળકોને વીજ કરંટ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શાળાની બાજુમાં સરકારી કામ એવા કૉમ્યુનિટી હૉલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે શાળામાંથી જમવા માટે નીકળેલા 2 બાળકોને અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

ગંભીર રીતે દાઝેલા બન્ને બાળકોને સારવાર અર્થે નવસારીની પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, વીજ કરંટ લાગતા દાઝી ગયેલા 2 બાળકો પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. શાળાની બાજુમાં જ સરકારી બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે બાળકોને વીજ કરંટ લાગ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને વીજ કરંટ લાગતા પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Next Story