/connect-gujarat/media/post_banners/8f7d45f6022f06560be813c23dc7a58b1ddd14023ecddad7e95a01588d6b499d.jpg)
નવસારી શહેરના છાપરા રોડ પર સિલ્વર પામ ફ્લેટમાંથી રૂ. 2.81 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
નવસારી શહેર તથા જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે, ત્યારે નવસારી શહેરના છાપરા રોડ પરના સિલ્વર પામમાં આવેલ 3 બિલ્ડીંગોમાં જુદા જુદા 6 ફ્લેટમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો, જ્યાં 3 મકાનના તાળા તોડી રૂ. 2.81 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. સામાજીક કામ અર્થે પરિવારો બહારગામ હોય અને તેમના બંધ મકાનનો લાભ લઈ તસ્કરોએ સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ઉઠાવી લીધી હતી. બનાવની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.