Connect Gujarat
ગુજરાત

નવસારી : ઈ-બાઈકની ડિલિવરી વેળા બેફિકરાઈથી વાહન હંકારનાર 3 યુવાનોની અટકાયત, વિડિયો થયો હતો વાયરલ...

માર્ગ પર ગફલતભરી રીતે મોપેડ હંકારનાર 3 યુવાનોની વાયરલ વિડિયોના આધારે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

નવસારી જિલ્લાના ગણદેવી શહેરના માર્ગ પર ગફલતભરી રીતે મોપેડ હંકારનાર 3 યુવાનોની વાયરલ વિડિયોના આધારે પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણે જોઈએ છીએ તેમ, સોશિયલ મીડિયા પર ઘણા વિડિયો વાયરલ થાય છે. જેમાં કેટલાક રમુજી વિડિયો હોય છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક વિડિયો, તો કેટલાક વિડિયો લોકોના જીવ જોખમમાં મુકે તેવા હોય છે, ત્યારે તાજેતરમાં એક વિડિયો સામે આવ્યો હતો. જેમાં 3 જેટલા યુવાનો માર્ગ પર ગફલતભરી રીતે મોપેડ હંકારતા જોવા મળે છે. જોકે, આ વિડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી હતી, ત્યારે ટ્રાફિક નિયમોનું ઉલંઘન થતાં પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જીહા, નવસારીના ગણદેવી શહેરના માર્ગ પર બેફિકરાઈથી મોપેડ ચલાવનાર 3 યુવાનોને પોલીસે દબોચી લીધા છે. મળતી માહિતી અનુસાર, ઈ-બાઈકની ડિલિવરી લઈ જતાં 3 યુવાનોનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટ્રાફિક પોલીસે ત્રણેય યુવાનોને પકડી પાડ્યા છે. બીલીમોરાના આર્યન સોલંકી, હર્ષ પટેલ અને સૂરજ ચૌહાણ ઈ-બાઈકના શોરૂમમાં નોકરી કરે છે, ત્યારે પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મુકી વાહન હંકારવા બદલ પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા છે.

Next Story