/connect-gujarat/media/post_banners/857162968f5d00d0dfed5b9a859a1293c60a916f32a2bfcc5d29a6b9e566dd48.jpg)
ભગવાન મહાવીર સ્વામીના 2550 નિર્વાણ દિનનો પ્રારંભ
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુરુ ભગવંતોના આશીર્વાદ લીધા
ભગવાનના વિચારોને લોકો સુધી પહોંચાડવા કર્યું આહ્વાન
નવસારી ખાતે ભગવાન મહાવીરના 2550 નિર્વાણ દિનના પ્રારંભે યોજાયેલા ભવ્ય મહોત્સવમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુ ભગવંતોના આશીર્વાદ લઈ ભગવાન મહાવીરના વિચારોને જન જન સુધી પહોંચાડવા સમસ્ત સંઘને આહ્વાન કર્યું હતું. નવસારી જિલ્લામાં વસતા સમસ્ત જૈન સંઘ દ્વારા ભગવાનશ્રી મહાવીર સ્વામીના 2550માં નિર્વાણ વર્ષના પ્રારંભે શ્રી વીર નિર્વાણ મહોત્સવ યોજવામાં આવ્યો છે, જ્યાં ભગવાન મહાવીરની જીવનીના પ્રસંગોને પણ દર્શાવવામાં આવ્યા છે. અહીં પ.પૂ.આ. ચંદ્રજીતસુરિશ્વરજી તેમજ અન્ય ગુરુ ભગવંતોની નિશ્રામાં ચાલી રહેલા અઠવાડિક કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા,
જ્યાં તેઓએ ભગવાન મહાવીર સ્વામી તેમજ ગુરુ ભગવંતોના આશીર્વાદ મેળવ્યા હતા. જેની સાથે તેમણે જૈનોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી, અને સકળ સંઘને ભગવાન મહાવીરના વિચારો ફક્ત જૈન સમાજ સુધી નહીં, પણ સમગ્ર સમાજ સુધી પહોંચાડવા હાંકલ કરી હતી. ત્યારબાદ શહેરના આશાનગર ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા આયોજિત વસ્ત્રદાન કાર્યક્રમ અંતર્ગત સોસાયટીમાં ફરી ફરી જૂના વસ્ત્રો ઉઘરાવ્યા હતા, ત્યારે ઉઘરાવેલા આ વસ્ત્રોને ગરીબો સુધી બોર્ડના યુવાઓ દ્વારા પહોંચાડવામાં આવનાર છે.