Connect Gujarat
ગુજરાત

નવસારી : રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન યાત્રાધામ ઉનાઈ ખાતે કરવા ગૃહમંત્રીને રજૂઆત કરાય...

આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે

X

નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતા મંદિરે આ વર્ષે રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન થાય તે માટે પ્રદેશ મહામંત્રી દ્વારા રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં 9 દિવસની નવરાત્રીમાં ગરબા રમવા માટે ખૂબ થનગનાટ જોવા મળ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગરબા આયોજકો દ્વારા પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, આ વર્ષે રાજ્યકક્ષાના નવરાત્રી મહોત્સવનું આયોજન નવસારીના વાંસદા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતા મંદિરે કરવામાં આવે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી છે. યાત્રાધામ ઉનાઈ દક્ષિણ ગુજરાત સહિત લાખો માઈભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે સુપ્રસિદ્ધ તીર્થસ્થાન ઉનાઈ ખાતે રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ યોજવા પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. ઉનાઈ મંદિરમાં માત્ર એક દિવસ ગરબાનું આયોજન થાય છે, ત્યારે રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવના આયોજન બાબતે રજૂઆત કરવામાં આવી છે.

Next Story