Connect Gujarat
ગુજરાત

નવસારી: ખેરગામ તાલુકામાં વાહન ગીરવે મુકાવી 5 ટકા વ્યાજે નાણા ધીરતો વ્યાજખોર ઝડપાયો

નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે.

નવસારી: ખેરગામ તાલુકામાં વાહન ગીરવે મુકાવી 5 ટકા વ્યાજે નાણા ધીરતો વ્યાજખોર ઝડપાયો
X

ગુજરાત સરકારનું વ્યાજખોરો સામેનું અભિયાન રંગ લાવી રહ્યું છે. નવસારીના ખેરગામમાં વાહનો ગીરવે લઈ 5 ટકાના વ્યાજે નાણા ધીરનાર નારણપોર ગામના સરપંચના પતિની ખેરગામ પોલીસે ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર પાસેથી પોલીસે 20 બાઈક અને એક કાર મળી ગીરવે લીધેલા 21 વાહનો પણ કબજે કર્યા છે.

નવસારી જિલ્લામાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ રહી છે પરંતુ ખાનગી રાહે બાતમી મળતા ખેરગામ પોલીસે તાલુકાના નારણપોર ગામમાં વાહન ગીરવે લઈ ઉંચા વ્યાજે નાણાં ધીરનાર સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દિધો છે. વ્યાજખોર ભીખુ પટેલ જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમનું વાહન ગીરવે લેતો હતો અને તેની કિંમત આંક્યા બાદ અડધા અથવા જરૂરિયાત મુજબના રૂપિયા આપી મહિને 5 ટકા ઉંચા વ્યાજે નાણાં ધીરતો હતો. જ્યારે વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થાય તો વધુ બે ટકા સાથે 7% વ્યાજ વસૂલતો હતો. આ રીતે ભીખુ પટેલે 20 બાઈક અને એક ઈકો કાર ઊંચા વ્યાજે ગીરવે લીધી હતી. ભીખુના વ્યાજખોરીના ગુનાની જાણ થતા ખેરગામ પોલીસે નારણપોર ગામે ભીખુ પટેલના ઘરે છાપો મારતા ટુ વ્હીલર મળી આવ્યા હતા. સાથે જ તપાસમાં ભીખુ પટેલ પાસે એક રજીસ્ટર મળ્યું હતુ, જેમાં કયા વાહન ઉપર કેટલા રૂપિયા ધીર્યા છે એની માહિતી પણ હતી. જેના આધારે પોલીસે 10.60 લાખ રૂપિયાના 20 બાઈક અને એક કાર મળી 21 વાહનો કબજે કર્યા હતા. સાથે જ આરોપી સરપંચ પતિ ભીખુ પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી 21 વાહનો સાથે કુલ 10.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Next Story