નવસારી : મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગકરતો આરોપી પોલીસ ગિરફતમાં….

રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
નવસારી : મહિલાઓના ગળામાંથી ચેઇન સ્નેચિંગકરતો આરોપી પોલીસ ગિરફતમાં….

નવસારીમાં રાતના સમયે ચાલવા નીકળેલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર ઝુંટવીને ફરાર થતાં સુરતના સ્નેચરને નવસારી LCB પોલીસે ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષની શરૂઆતથી જ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ સંભળાતી હતી. પરંતુ છેલ્લા 4 થી 5 મહિનામાં સાંજના કે રાત્રિના સમયે ચાલવા નીકળતી એકલી મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાની ચેઇન કે મંગળ સૂત્ર તોડીને ફરાર થતાં એક બાઈક ચાલકની ફરિયાદો ઉઠી હતી. વધતી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને જોતા નવસારી LCB પોલીસ પણ એક્ટિવ થઈ હતી. જેમાં ફરિયાદોને આધારે તપાસતા શહેરના સીસીટીવી કેમેરા તેમજ ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ જોતાં પોલીસને એક લિંક મળ્યા બાદ બાતમીદારોને એક્ટિવ કરી ટેકનિકલ સર્વેલાન્સની મદદ લઈને સ્નેચર સુધી પહોંચવાના પ્રયાસો આરંભ્યા હતા. જેમાં પોલીસને સફળતા મળતા 2021થી ફકત સોનાની ચેઇન સ્નેચિંગના રવાડે ચઢેલો 25 વર્ષીય ઈરફાનખાન ઇસ્લામખાન પઠાણને શહેરના રિંગરોડ સ્થિત રંગૂનનગર નજીકથી પકડી પાડ્યો હતો. આ આરોપી વિરુધ્ધ સુરત સીટીના અલગ અલગ પોલીસ મથકોમાં 15 ગુનાઓ, જ્યારે નવસારીના 7 મળી પોલીસે કુલ 22 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપીને અટકમાં લઈ કડકાઇથી પૂછપરછ કરતા ઈરફાનખાન તૂટી ગયો હતો અને નવસારી શહેરમાં 3 અને નવસારી ગ્રામ્ય વિસ્તારમાં 4 ચેઇન સ્નેચિગ કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે ઇરફાનની ધરપકડ કરી, 5 સોનાની ચેઇન, 2 મંગળ સૂત્ર સહિત મોંઘી બાઈક, મોબાઈલ અને રોકડ મળી કુલ 5,83,110 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે.

Latest Stories