નવસારી : દાંડી આશ્રમમાં 2 દિવસ યોજાયેલ ઘોષ શિબિર બાદ RSS દ્વારા લુનસીકૂઈ ગ્રાઉન્ડમાં યોજાયો શંખનાદ વર્ગ...

New Update
નવસારી : દાંડી આશ્રમમાં 2 દિવસ યોજાયેલ ઘોષ શિબિર બાદ RSS દ્વારા લુનસીકૂઈ ગ્રાઉન્ડમાં યોજાયો શંખનાદ વર્ગ...

લુનસીકૂઈ ગ્રાઉન્ડ ખાતે યોજાયો RSSનો વિશેષ કાર્યક્રમ

RSS દ્વારા ઘોષ અને શંખનાદનું કરાયું હતું ભવ્ય આયોજન

સંઘની વિચારધારાનો ફેલાવો કરવા પ્રદર્ષનો પણ યોજાયા

દેશના સૌથી મોટું હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ છે. સેવા માટે સિદ્ધ એવી સામાજિક સંસ્થાના રૂપે પણ સ્વયંસેવક સંઘને ઓળખવામાં આવે છે, જેનો આજરોજ નવસારીના લુનસીકૂઈ ગ્રાઉન્ડ ખાતે ઘોશ વર્ગ યોજાયો હતો. જેમાં વિવિધ વાદનો સાથે ઘોષ અને શંખનાદનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના દાંડી ખાતે આશ્રમમાં 2 દિવસ ઘોષ શિબિરનું આયોજન કરાયુ હતું, જ્યાં જિલ્લાના વિવિધ તાલુકામાંથી સ્વયં સેવકો આવી શંખ નાદ અને ઘોષનું શિક્ષણ પ્રાપ્ત કરીને ઘોષ અને સંખનાદ પ્રદર્શન યોજાયું હતું. દેશના કોઈપણ ખૂણે મુશીબત આવે, ત્યારે સ્વયં સેવક સંઘ રાષ્ટ્ર હિતમાં કાર્ય કરતું આવ્યું છે. જેમાં સંઘની એક વિચારધારાનો ફેલાવો કરવા વિવિધ પ્રદર્ષનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાંથી 155 શિક્ષાર્થીઓએ અભ્યાસ શિબિરમાં ભાગ લીધો હતો.

Latest Stories