નવસારી: અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે MLA અનંત પટેલ સાથે કરી મુલાકાત, હુમલાને ગણાવ્યો દુઃખદ

નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

New Update
નવસારી: અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે MLA અનંત પટેલ સાથે કરી મુલાકાત, હુમલાને ગણાવ્યો દુઃખદ

નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના મામલામાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એસવી.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ઇજાગ્રસ્ત અનંત પટેલની મુલાકાત લીધી હતી

નવસારીના વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ તેઓ વાંસદાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમને મળવા કોંગ્રેસના નેતા અને આગેવાનો વાંસદા પહોંચી રહ્યા છે. ત્યારે આજે કોંગ્રેસના દિગજ્જ નેતા સ્વ. અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે વાંસદા ખાતે અનંત પટેલની મુલાકત લીધી હતી. અનંત પટેલ ઉપર થયેલા હુમલાને મુમતાઝ પટેલે દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે એક ધારાસભ્ય પર હુમલો થાય તો આમ જનતાનું શું..? જ્યારે એમને મળ્યા બાદ એમનો સ્ફુર્તિ જોઈ લાગ્યું કે અનંત પટેલ લડાયક મૂડમાં છે. સાથે જ 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા દોષીઓ વહેલામાં વહેલા પકડાય, સાથે જ અનંત પટેલની સુરક્ષા અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી

Latest Stories