નવસારી : વિદેશમાં વધુ એક ભારતીયની હત્યા, વડોલી ગામના યુવકે ગુમાવ્યો જીવ...

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વડોલી ગામના યુવાને પ્રતિકાર કરતા લૂંટારુઓ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

New Update
નવસારી : વિદેશમાં વધુ એક ભારતીયની હત્યા, વડોલી ગામના યુવકે ગુમાવ્યો જીવ...

વિદેશમાં ફરી એકવાર ભારતીય યુવકની હત્યાથી ચકચાર મચી છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વડોલી ગામના યુવાને પ્રતિકાર કરતા લૂંટારુઓ ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલી એનઆરઆઇની દુકાનમાં 2 દિવસ અગાઉ લૂંટારુઓ ત્રાટક્યા હતા. લૂંટારુઓનો નવસારીના જલાલપોર તાલુકાના વડોલી ગામના એનઆરઆઈ યુવાને પ્રતિકાર કરતા લૂંટારુઓએ જનક પટેલ ઉપર ચપ્પુ વડે હિંસક હુમલો કરી 8થી 10 જેટલા મરણતોલ ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જોકે, 8 મહિના અગાઉ જ ન્યુઝલેન્ડ સ્થાયી થવા ગયેલા યુવાનની પત્નીની નજર સામે જ લૂંટારુઓએ હત્યા કરી ફરાર થઈ જતાં એનઆરઆઈઓમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે.

Latest Stories