નવસારી : મહિન્દ્રા-હ્યુન્ડાઇ કંપનીની કારના શોરૂમમાંથી રોકડ, લેપટોપ અને કાર એસેસરીઝ પર તસ્કરોનો હાથફેરો...

કારના બન્ને શોરૂમ બહાર સિક્યુરિટી હોવા છતાં શોરૂમમાંથી ચોરી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

New Update
નવસારી : મહિન્દ્રા-હ્યુન્ડાઇ કંપનીની કારના શોરૂમમાંથી રોકડ, લેપટોપ અને કાર એસેસરીઝ પર તસ્કરોનો હાથફેરો...

મળતી માઇટી અનુસાર, નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર મહિન્દ્રા અને હ્યુન્ડાઇ કંપનીની કારના શોરૂમમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મહિન્દ્રા કારના શોરૂમમાંથી રોકડ રકમ અને લેપટોપની ચોરી કરી હતી, જ્યારે બાજુમાં આવેલ હ્યુન્ડાઇ કારના શોરૂમમાંથી પણ રોકડ રકમ અને અન્ય કાર એસેસરીઝની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

જોકે, બન્ને શોરૂમમાં રહેલા CCTV કેમેરામાં તસ્કરોની તમામ કરતૂત કેદ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હાલ ઘટના અંગે પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કારના બન્ને શોરૂમ બહાર સિક્યુરિટી હોવા છતાં શોરૂમમાંથી ચોરી થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

Latest Stories