નવસારી : અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અસ્તિત્વના 25 વર્ષની ઉજવણી, રજતોત્સવમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતી

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

New Update
નવસારી : અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા અસ્તિત્વના 25 વર્ષની ઉજવણી, રજતોત્સવમાં નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતી

નવસારીની અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અસ્તિત્વના 25 વર્ષ અંતર્ગત રજતોત્સવનો રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.

નવસારીના અનાવિલ સંસ્કારધામ ખાતે ટ્રસ્ટની સ્થાપનાના 25 વર્ષને ઉજવવા ‘સંસ્કૃતિ 2023’ અંતર્ગત રજતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ મોરારજી દેસાઈને પણ ખાસ યાદ કર્યા હતા, અને સાથે જ અનાવિલ સમાજ માટે ખાસ સંગઠિત થઈને આગવી પ્રવૃત્તિઓ આગળ કરવામાં આવે એવું પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, નવસારી, ગણદેવી અને સુરતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories