/connect-gujarat/media/post_banners/d4f4e56db8cc1c927509f6ac124339e01b3a7c801bf697df8977bcf540273366.jpg)
નવસારીની બીલીમોરા નગરપાલિકા સંચાલિત દક્ષિણ ગુજરાતના પ્રથમ પાલિકા સંચાલિત બર્ડ પાર્કનું લોકાર્પણ કરાયું હતું. બર્ડ પાર્કમાં લોકો વિવિધ 30 પ્રજાતિના 255 પક્ષીઓને માણી શકશે.
નગરમાં રોડ રસ્તા સિવાય મનોરંજન માટેના સાધનો પણ એટલા જ જરૂરી છે જેને ધ્યાનમાં રાખી નવસારીની બીલીમોરા નગરપાલિકાએ સોમનાથ તળાવની પાસે અધ્યતન બર્ડ હાઉસનું નિર્માણ કર્યું છે. 14માં નાણાપંચ અને સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી આ બર્ડહાઉસનું નિર્માણ 35 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે જેમાં વિદેશી પક્ષીઓ,વિવિધ પ્રજાતિઓના પોપટો સહિત અનેક પંખીઓ લાવવામાં આવ્યા છે. બર્ડપાર્કનું ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બર્ડ પાર્ક સાથે બાળકોને રમતગમતના સાધનો પણ મૂકાયા છે. આ બર્ડ પાર્કની એન્ટ્રી ફી રૂ. 30 રાખવામાં આવી છે. આ સંપૂર્ણ બર્ડ પાર્કનું સંચાલન સુરતના આદિત્ય દેસાઈ દ્વારા કરાશે. આદિત્ય દેસાઈ, બીલીમોરા પાલિકાના ઈજનેર સંકેત પટેલ અને દિવ્યેશ પટેલની દેખરેખમાં જ આ બર્ડ પાર્ક કાર્યરત થયો છે.