નવસારી: પૂરની પરિસ્થિતિના પગલે CR પાટીલે યોજી સમીક્ષા બેઠક,જુઓ શું આપ્યા આદેશ

ઉપરવાસ ડાંગ સહિત સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે 27 મી જુલાઈના રોજ નવસારી શહેરમાં જળબંબાકાળની સ્થિતિનું નિર્માણ થયું હતું.

New Update
નવસારી: પૂરની પરિસ્થિતિના પગલે CR પાટીલે યોજી સમીક્ષા બેઠક,જુઓ શું આપ્યા આદેશ

નવસારી જીલ્લામાં વરસેલ ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સમીક્ષા બેઠક યોજી હતી

નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ સહિત સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે 27 મી જુલાઈના રોજ નવસારી શહેરમાં જળબંબાકાળની સ્થિતિનું નિર્માણ થયું હતું. પૂર્ણા નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જેથી સાત વોર્ડના લોકો પ્રભાવિત થયા હતા, જેને તંત્રએ તાત્કાલિક સ્થળાંતર કરીને તેમના રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી હતી. આ વચ્ચે શહેરમાં પૂરની સ્થિતિનો તાગ મેળવવા અને અધિકારીઓ સાથે બેઠક કરવા માટે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દોડી આવ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે સંગઠન અને અધિકારીઓ સાથે તેઓએ સમીક્ષા બેઠક યોજી હતી.

Latest Stories