/connect-gujarat/media/post_banners/bf915c7eb0140b545059674cf8ee5860c6dda6243c6772987b3de42137b155e2.jpg)
નવસારી જિલ્લાના વાંસદામાં બે વર્ષથી કાયમી ધોરણે મામલતદાર તથા ટીડીઓની ભરતી નહિ કરવામાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.
વાંસદા તાલુકામાં બે વર્ષથી મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણુંક નહીં કરાતા તાલુકાના 95 ગામના લોકોના કામો તેમજ પંચાયતોના વિકાસકીય કામોને બ્રેક લાગી ગઈ છે. કચેરીમાં કામ અર્થે આવતા લોકોએ ધરમધક્કો ખાવાનો વારો આવે છે. જેથી મામલતદાર તેમજ ટીડીઓની કાયમી નિમણૂંક કરવામાં આવે એ જરૂરી બન્યું છે. વાંસદા તાલુકામાં 95 ગામોના અનેક વિકાસકીય કામો વાંસદા તાલુકા વિકાસ અધિકારીની કચેરી તરફથી કરવામાં આવતા હોય છે. જેથી સરપંચો તેમજ તલાટી ગામના વિકાસના કામો માટે તાલુકા મથકે આવતા હોય છે. હાલમાં શૈક્ષણિક સત્ર ચાલુ થવાના કારણે આવક-જાતિના દાખલા માટે વાલીઓ દોડધામ કરી રહયાં છે. જોકે તાલુકા વિકાસ અધિકારીની કાયમી નિમણુંક નહીં કરવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં તાલુકામાં ટીડીઓ તરીકે નવસારીના નાયબ ડીડીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.જેઓ સપ્તાહમાં બે દિવસ આવતા હોય છે. વાંસદા તાલુકામાં કુલ ૯૫ ગામડા અને ૮૪ જેટલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. અધિકારી ન હોવાના કારણે તમામ ના કામો અટવાઇ પડયા છે
/connect-gujarat/media/media_files/2025/07/25/amreli-2025-07-25-22-36-02.jpg)