નવસારી: દીપડાને ભગાડવા ખેડૂતોની મથામણ; ફટાકડા ફોડી દીપડાને ભગાડવાનો પ્રયાસ

નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓ હવે માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આગળ વધી રહ્યા છે

New Update
નવસારી:  દીપડાને ભગાડવા ખેડૂતોની મથામણ; ફટાકડા ફોડી દીપડાને ભગાડવાનો પ્રયાસ

નવસારી જીલ્લાના વિવિધ વિસ્તારોમાં દીપડાઓ હવે માનવ વસ્તી તરફ શિકારની શોધમાં આગળ વધી રહ્યા છે ત્યારે નવસારી પંથકમાં શેરડી કાપતા ખેડૂતો દીપડાના હુમલાથી બચવા માટે અવનવા કીમિયા અજમાવી રહ્યા છે.

નવસારી જીલ્લામાં ગણદેવી તાલુકામાં સૌથી વધુ દીપડાઓ રહેતા હોવાનું આંકલન વનવિભાગે કર્યું છે. જો ખેડૂતોની વાત કરીએ તો, હાલ શેરડી પકવતા ખેડૂતોએ શેરડીની કપની શરૂ કરી છે. પરતું આવા સમયે જંગલ વિસ્તારથી શિકારની શોધમાં દીપડાઓ માનવ વસ્તી નજીક આવી ખેડૂતો માટે ખતરા રૂપ બની ચુક્યા છે. જેને પગલે ખેડૂતો ખેતરોમાં જતાં પહેલા દીપડાઓથી બચવા માટે વિવિધ નુસ્ખાઓ આઝ્માવી ખેતરોમાં શેરડી કાપવા માટે જઈ રહ્યા છે. ખેડૂતો થાળીઓ વગાડી અથવાતો ફટાકડા ફોડી ખેતરોમાં પ્રવેશ કરે છે જેથી દીપળાઓ કે અન્ય જંગલી જનાવર હોય તો ત્યાંથી પલાયન કરી જાય છે.

જીલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પાંચ જેટલા બકરાનો શિકાર દીપડાએ કર્યો છે. બીજીતરફ રાનકુવા અને ફડવેલ ગામોમાં અવારનવાર દીપડાઓ દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે-સાથે ખેડૂતોની ચિંતાને પગલે વન વિભાગના જણાવ્યા અનુસાર જરૂર જણાય ત્યાં પાંજરા પણ મુકવામાં આવ્યા છે. તાલુકા ક્ષેત્રે વિવિધ ટીમો બનાવી એન.જી.ઓ.ના સહકાર દ્વારા રેકી કરી આવા વિસ્તારોમાં દીપડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં દીપડાઓના વધુ પગ પેસારાને અટકાવવા જીલ્લામાં ટ્રેકિંગ સેન્ટર બને તેવી પણ માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, હાલ તો થાળી-વાટકા વગાડી અથવા ફટાકડા ફોડીમે દીપડાઓને ભગાડવાના પ્રયાસો ખેડૂતો કરી રહ્યા છે.