નવસારી : અંબિકા નદી કિનારે જ પાલિકા દ્વારા ઠલવાતો ઘન કચરો, પ્રદૂષણ ફેલાતા GPCBએ નોટિસ ફટકારી

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા પાલિકા દ્વારા અંબિકા નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં શહેરમાંથી ઉઘરાવેરો કચરો ઠાલવતા જી.પી.સી.બી.એ બીલીમોરા નગરપાલિકાને ફરી એકવાર નોટિસ ફટકારી છે.

New Update
નવસારી : અંબિકા નદીકિનારે જ પાલિકા દ્વારા ઠલવાતો ઘન કચરો, પ્રદૂષણ ફેલાતા GPCBએ નોટિસ ફટકારી

નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા ન ફાળવતા પાલિકા દ્વારા અંબિકા નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં શહેરમાંથી ઉઘરાવેરો કચરો ઠાલવતા જી.પી.સી.બી.એ બીલીમોરા નગરપાલિકાને ફરી એકવાર નોટિસ ફટકારી છે.

બીલીમોરા અંબિકા નદી કાંઠે બીલીમોરાનો રોજીંદો હજારો ટન કચરો બીલીમોરા નગરપાલીકા દ્વારા અંબિકા નદીના પટમાં આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવે છે. જેના કારણે પાણી, હવા અને જમીન આ ત્રણેય પ્રદૂષિત થઈ રહ્યા છે ત્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડે દ્વારા સ્થળ તપાસમાં આ હકીકતો સામે આવતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બીલીમોરા નગરપાલિકાને નોટીશ ફટકારી આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરી દિન -7 માં એક્શન પ્લાન રજૂ કરવા જણાવતા પાલિકામાં ફફડાટ ફેલાયો છે. ઘર ઘરથી સુકો-ભીનો કચરો બતાવવા પૂરતો અલગ અલગ લાવવામાં આવે છે. જોકે ડંપિંગ સાઇટ ઉપર બન્ને કચરા એકત્ર જ થઈ જાય છે. વર્ષ 2005માં નગરપાલિકાઓમાંથી નીકળતા ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો નિર્ણય લેવાયો હતો.જે નિર્ણય ને 16 વર્ષ જેટલો સમય વીતવા છતાં હજુ સુધી તે કામ માત્ર કાગળો ઉપર જ છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી નવસારી દ્વારા બીલીમોરા નગરપાલિકાની અંબિકા નદી કિનારે આવેલ ડમ્પિંગ સાઇટ ઉપર સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ તપાસમાં ઘણી ક્ષતિઓ સામે આવી હતી, જેમાં બોર્ડ દ્વારા જણાવામાં આવ્યું છે કે, સ્થળ તપાસ કરતા નદી કિનારા પર સોલિડ વેસ્ટનો નિકાલ કરાતો જણાયું હતું. પાલિકા દ્રારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ઘનકચરા નિકાલ માટે પાલિકાના શાસકો કોઈ નક્કર કામગીરી કરી શક્યા નથી. બીલીમોરા નગરપાલિકાને અગાઉ પણ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ એ બાબતે પણ કોઈ નક્કર કામગીરી ન થતાં ફરી એકવાર પ્રદૂષણ બોર્ડે લાલ આંખ કરી છે ત્યારે નગરપાલિકાનો એક્શન પ્લાન કયારે તૈયાર થશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે.

Latest Stories